પરિવાર
પરિવાર


‘ઈફકો’ સંસ્થાન ભારતના ખેડૂતોની આન, બાન અને શાન છે,
સહકારી ક્ષેત્રે પૂરી દુનિયામાં ‘ઈફકો’નું સોનેરી સન્માન છે,
‘ઈફકો’ની મારી નોકરી રહી ગૌરવરૂપ, મને અભિમાન છે ‘ઈફકો’ માટે,
સહકારી ક્ષેત્રનું ‘ઈફકો’ તો, હરિત ક્રાંતિ માટેનું અભયદાન છે,
શિસ્તતા, પારદર્શકતા અને રચનાત્મક્તા એ છે ‘ઈફકો’ની કામ કરવાની રીત,
ખેડૂતોની આવક બમણી કરવામાં ‘ઈફકો’ બનવાનું છે નિમિત્ત,
‘ઈફકો’ની મારી નોકરી રહી ગૌરવરૂપ, નિવૃતિ પછી પણ હું છું નિશ્ચિંત,
‘ઈફકો’ના વિઝનમાં જ સમાયેલ છે ગ્રામ્ય ભારતનું હિત,
કર્મચારી ઉત્થાન અને કલ્યાણ માટે ‘ઈફકો’ બધી જ રીતે દિલદાર છે,
અહીંયા રહે છે ઉત્સવોની વણઝાર, ‘ઈફકો’માં જિંદગી જાણે તહેવાર છે,
‘ઈફકો’ની મારી નોકરી રહી ગૌરવરૂપ, બની છે મારી જિંદગીની દારોમદાર,
‘ઈફકો’ છે એક પરિવાર, જેના ડો. અવસ્થી સાહેબ જેવા ધુરંધર સુત્રધાર છે.