STORYMIRROR

Vandana Patel

Inspirational Others

3  

Vandana Patel

Inspirational Others

પરિવાર

પરિવાર

1 min
166

કરવો હંમેશા સરળ વ્યવહાર 

રાખો કરુણા દયા અપરંપાર,


 હંમેશા પરસ્પર આપો સહુને, 

 સ્નેહ, પ્રેમ, મમતા, ને સહકાર,


નિભાવો ફરજ અને સમજો કર્તવ્ય 

સજા અને શિક્ષા ખોલે પ્રગતિના દ્વાર,


ન થવા દો ક્યારેય મનભેદ

થાય મતભેદ એ કરો સ્વીકાર, 


હોય ન કદી ઘરમાં હાર-જીત

અહીં નથી કોઈ હરાવનાર,


સુખી પરિવારની વ્યાખ્યા છે સરળ

નાનો હોય કે મોટો, બને સુખી પરિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational