STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

પ્રિતુ રે બંધાણી હંસા

પ્રિતુ રે બંધાણી હંસા

1 min
245

પ્રિતુ રે બંધાણી હંસા

મારે અને તારે હવે,

સરોવરના વહેણમાંથી

લખલૂટ હું લૂંટુ તને.....


તું સરોવર મધ્યમાં

મલકી ઊઠે... હંસલી,

ને કમળની જેમ ચુંટુ તને...

પ્રિતુ રે બંધાણી હંસા

મારે અને તારે હવે,


તરસ એવી ઝાંઝવાના

જળ જેવી કે રગરગથી,

પીએ તોય ખૂંટૂ તને...

પ્રિતુ રે બંધાણી હંસા,

મારે અને તારે હવે,


એક ક્ષણ માટે તું,

થઈ જા મારો હંસલો,

અને હું તારી હંસલી,

પ્રિતુ રે બંધાણી હંસા,

મારે અને તારે હવે


ના લાગે કોઈની મીઠી

નજર. એવા શ્વેત અમે,

હંસ હંસલીની જોડલી,

તારા દુઃખે દુઃખી હંસા

તારા સુખે સુખી....હંસા

પ્રિતુ રે બંધાણી હંસા,

મારે અને તારે હવે


વનમહલના અમે

સારસ બેલડી

પાણીના વમળમાં,

એકડાની જેમ

નામ તારુ ઘૂંટી

ઘૂંટીને કોતર્યાં કરુ....

પ્રિતું રે બંધાણી હંસા

મારે અને તારે હવે..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance