પરિશ્રમનો ફાલ
પરિશ્રમનો ફાલ
હશે દૂરદૃષ્ટિ મારા વડવાઓની કેવી વિલક્ષણ
જીવનભરની મૂડી બચતોની જમીનમાં રોપી ગયા.
જાજેરું નહોતું એમની કને, રોપી એકાદી ગોટલી,
પેઢીઓ ચાખે મીઠા ફળ એ આંબા ભેંટ કરી ગયા.
નાનેરા રોપાનું કર્યું પરિશ્રમે જતન નિશદિન એમણે,
પરસેવાની કમાણી તણાં ખાતરે કુંપણ પોષી ગયા.
આજે ઉતર્યો છે બેશકીમતી ફાલ સુંડલાઓ ભરી,
ગોટલીરૂપે પૈસાનું વાવેતર કરી પેઢીઓ તારી ગયા.
"ભલે દેખાતો શ્રમનો પૈસો નાનો તું આજે વાવી દે,"
"માવજત થકી પામીશ મીઠા ફળ" શીખવાડી ગયા.
"ખાધું તે તૈયાર ભાણે, તુજ વડવાઓનું પુણ્ય હતું"
"ભાવિ પેઢીનું ઋણ બીજ રોપી ઉતારજે" કહી ગયા.
ભાગ્યશાળી છું, ઘણેરાં પામી આશીષ અંતર તણાં,
નીજ હસ્ત વડીલો *દીપાવલી* નાં મસ્તકે મૂકી ગયા.
