પરિણય
પરિણય
ફુલોમહીથી મુકુલ જેમ વહેતી,
એમ હું મારી ઈચ્છાઓ કહેતી,
તુજ સંગ રહેવા પળ પળ મળે,
મારો એક એક વિચાર તું કળે
પરિણયના સંબંધે રહુંમહેકતી
ફુલોમહીથી મુકુલ જેમ વહેતી,
મૈત્રીનો સંબંધ થોડો જો વિકસે,
જેમ મુજ સપને આવી તું હસે,
જોઈ ન શકે તું મને રડતી
ફુલોમહીથી મુકુલ જેમ વહેતી.