પ્રીત છે મારી
પ્રીત છે મારી
પ્રીત છે મારી,
અદકેરી રીત છે તું મારી,
જીવન કેરા જંગલમાં,
આગળ વધવાની પગદંડી છે તું મારી,
સફળતાના વ્યોમમાં,
ઉડાન ભરવાની પાંખ છે તું મારી,
નિષ્ફળતાની પરીક્ષામાં,
બોધમાં મળેલી શીખ છે તું મારી,
જિંદગીના ચક્રવ્યૂહમાં,
કુંતી તણી શીખ છે તું મારી,
હાર-જીતનો ખેલ ગણાતી,
અદભૂત કહી શકાય એવી બાજી છે તું મારી,
શા માટે ન આપું આ ઉપનામો તને,
સહજપણે જિંદગી જ છે તુંં મારી.

