પરીક્ષાનું મહત્વ
પરીક્ષાનું મહત્વ
પરીક્ષાથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરાય છે,
વિદ્યાર્થીઓનાં માનસને પરિપક્વ કરાય છે,
વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય પરીક્ષાથી,
એટલે પરીક્ષા ટાણે ખૂબ મહેનત કરાય છે,
મન વિદ્યાર્થીઓનું ભણતરમાં હોય કે નહીં,
પરીક્ષા સમયે એ તો ચોખ્ખું જ વરતાય છે,
પાસ થઈશ કે નાપાસ થઈશની પળોજણથી,
પરીક્ષાઓ પછી ખૂબ જ વ્યાકુળ થવાય છે,
પરીક્ષા લેખિત,મૌખિક કે પછી હો પ્રાયોગિક,
દિન-રાત એક કરી વિદ્યાર્થી કરે ગોખણપટ્ટી,
કોઈ પણ મહેનત નકામી નથી હોતી એ તો,
પરિણામ પછી ચોખ્ખેચોખ્ખું જ વરતાય છે,
ભાર વિનાનું ભણતર કેળવાય જો દેશમાં,
તો જ પરીક્ષા ચિંતામુક્ત બની અપાય છે,
સ્વરૂચિ અને આંતરિક શક્તિ ખીલવાય તો,
વિદ્યાર્થીઓની પરીક્ષા ઉત્સવ બની જાય છે.
