STORYMIRROR

DR REKHA SHAH

Drama Tragedy

3  

DR REKHA SHAH

Drama Tragedy

પરીક્ષાનો વિષય

પરીક્ષાનો વિષય

1 min
353

પહેલાં લેતાં અગ્નિપરીક્ષા ચારિત્ર્યના નામ પર,

આજે વિધવિધ પરીક્ષણો શંકાથી કરાવાય છે,


લંકાથી સીતા પવિત્ર પાછાં ફરી શકે છે,

ને અભણ ધોબીના આરોપથી ફરી રુંધાય છે,


ચારિત્ર્ય કોનું ખરાબ? સત્ય કોનું સાચું?

નારીનું કે પુરુષનું? રોજ નવાં સવાલો પૂછાય છે,


અગ્નિપરીક્ષાના નામે સ્ત્રી પર આંગળી ચીંધાય છે,

ને કડવા ઘૂંટ અપમાનનાં આજે પણ પીવાય છે,


નારી મહાન છે, વંદનીય ને પૂજનીય છે,

એવાં નારાથી રોજ રોજ તેનું સમ્માન ઘવાય છે !!


નારીએ જન્મ આપ્યો છે તુજને, ઓ ! માનવ,

સીધી સાદી એ વાત કેમ અહીં વિસરાય છે,


નારી થકી છે સૃષ્ટિની શોભામાં અભિવૃદ્ધિ,

સંબંધો સઘળાં નારી થકી જ કેળવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama