પરીક્ષાની એક સવાર
પરીક્ષાની એક સવાર
કરું છુ "હનુમાન ચાલીસા"
આવી ગઈ છે "પરીક્ષા"
છૂટે પરસેવો હૈયે ધબકાર છે
ના સમજો આ પ્રેમ બુખાર છે !
બસ આ તો પરીક્ષાની એક સવાર છે
પેપર જોઈ ને લાગે કેવું ?
ચોપડીમાં ક્યાં હોય આવું ?
દસ દિવા કરીશ એવી બાધા માની,
હે ભગવાન આજે બનાવી દે થોડો જ્ઞાની,
આખું વરસ ક્યાં ચોપડી ખોલી !
"લાવજે તું ફર્સ્ટ ક્લાસ "આજેજ મા બોલી,
ફૂટ્યા કરમ ના આવડ્યું પેપર,
લાગે છે ભવિષ્યનો છુ હું વેઈટર,
નક્કી કર્યું હવે મહેનત કરીશ,
બનવું છે ઓફિસર ખુબ ખુબ ભણીશ.
