પ્રગતિનો પંથ
પ્રગતિનો પંથ


નિષ્કપટ, નિરંકારી ભાવ રાખ,
ખુદમાં રાખી સાહસ ને હિંમત.
ભૂતકાળને સ્મરણ રાખ તું
શીખ ઉતાર તેની જીવનમાં.
અભ્યાસને બનાવ તારું સાધન,
બન ખુદનો તું અમૂર્ત વિશ્વાસ.
સ્વપ્ન જો ગગનચુંબી આગળ વધ,
તારાં સામર્થ્યને તારી શક્તિ બનાવ.
અહંકારને બનાવ ના નિરંકુશ,
પ્રગતિનાં પંથને કર તું પ્રજ્વલિત.