પ્રેમપત્ર
પ્રેમપત્ર
તારીખ - આજની
મહિનો - પ્રેમનો
વાર - દિલનો
વિષય = તમારા દિલમાં જગ્યા લેવા બાબત,
તમારા ચહેરા પરથી જાહેરાત વાંચીને તમારા દિલને.. મારા દિલની જરૂરત છે.
તમારા દિલને પ્રેમ કરતા નોકરીની અરજી કરી રહ્યો છું. આપના દિલને મારા દિલ માટે ભલામણ કરજો.
લાયકાત :
નામ - તમારા પ્રિયતમ
અટક - દરીયા દિલ
લાયકાત - તમને પ્રેમ કરી શકું એટલી.
ઉપરની લાયકાતને ધ્યાનમાં રાખીને નોકરી આપશો. હું આ નોકરી પુરેપુરી જવાબદારીથી નિભાવીશ.
તારીખ લખું છું તનથી,
માસ લખું છું મનથી,
સાલ લખું છું સ્નેહથી,
પત્ર લખું છું પ્રેમથી.
વેલેન્ટાઈન દિવસની હાર્દિક
શુભકામનાઓ.

