STORYMIRROR

Kalpesh Vyas

Romance

4  

Kalpesh Vyas

Romance

પ્રેમપત્ર

પ્રેમપત્ર

1 min
309

જ્યારે લાગણીને મુખથી વ્યકત કરીને,

એને વાચાનું રુપ અમે આપી ના શક્યા,

ત્યારે એ લાગણીઓને અમે કલમથી,

કાગળ પર લખીને એમને સોપી દીધો.


એમણે એ કાગળ ધ્યાનથી વાંચી લીધો, 

અને કલમથી એ કાગળ પર કંઈક લખ્યું, 

ખુબ ઉત્સુક હતા એમનો જવાબ વાંચવા,

એ કાગળ અમે એકાંતમાં બેસીને વાંચ્યો. 


મારા લખાણમાં 'હા' અક્ષર પણ એમણે,

લાલ રંગની કલમથી વર્તુળ કરેલા દેખાયાં,

લાલ ગુલાબનું એક ચિત્ર પણ દોરેલું હતું, 

નીચે લાલ અક્ષરથી એક શેરો પણ મુકેલો. 


"તમારી જોડણીની ભૂલ તો ચલાવી લઈશ 

પણ આપણી જોડીમાં કોઈ ભૂલ નહી ચાલે"



Rate this content
Log in

Similar gujarati poem from Romance