Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Inspirational Others

4  

Purvi sunil Patel

Inspirational Others

પ્રેમપ્રવાહ

પ્રેમપ્રવાહ

1 min
276


હૈયે વહે સ્નેહની ધારા એ જ છે પ્રેમની સોગાત,

હૈયે ઊર્મિઓ છલકાય એ જ છે પ્રેમની સોગાત,


હૈયામાં સ્પંદન ઊઠે ને થાય મધુર અહેસાસ,

મન હંમેશાં પ્રસન્ન રહે એ જ છે પ્રેમની સોગાત,


સ્વાર્થી વિચારો ન આવે અને ન સતાવે કદી,

ત્યાગથી હૈયું હરખાય એ જ છે પ્રેમની સોગાત,


કસોટીઓ થતી જ રહેશે જિંદગીની રાહમાં,

નિર્મળ પ્રેમ વહેતો રહે એ જ છે પ્રેમની સોગાત,


મુલાકાત થતાં જ શબ્દો મૌન બની પડઘાતાં,

હૈયાથી હૈયાનું સ્પંદન એ જ છે પ્રેમની સોગાત,


અંતરમનમાં ડગલે ને પગલે સ્મરણ થાય પ્રીતનું,

વિશુદ્ધ રહેતો ભાવ એ જ છે પ્રેમની સોગાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational