પ્રેમનું પ્રતીક
પ્રેમનું પ્રતીક
તારી પ્રીતમાં ટપકતા આંસુઓ,
આંસુ ધારે લખાયેલા મારા શબ્દો.
શબ્દો માંથી વહી જતી વેદના ને,
વેદના- સંવેદનામાં અટવાતા.
આપણા નામ વગરના સંબંધો,
છતાંય પવિત્ર રાધા કૃષ્ણ જેવા.
લીલીછમ લાગણીથી તરબોળ,
ઉછળતાં મોજાના સ્પંદન જેવુ
આપણા પ્રેમનું પ્રતીક બન્યું છે,
સંવેદનાઓથી ભરેલું આ દિલ.

