પ્રેમનું ઝરણું
પ્રેમનું ઝરણું
તારી નજર મુજ પર પડતાં,
મન મારૂં હરખાઈ ગયું,
હૃદયમાં પ્રેમ જ્યોત પ્રગટતાં,
પ્રેમનું ઝરણું વહેતું થયું,
તારૂં સુંદર મુખડું જોતાં,
મન મારું લલચાઈ ગયું,
તારું મધુર સ્મિત જોતાં,
મનના મોર નચાવી ગયું,
તારો મીઠો ટહૂકો સાંભળતાં,
રોમ રોમ લહેરાઈ ગયું,
તારા બદનનો સ્પર્શ કરતાં,
મનમાં વીજળી ફેલાવી ગયું,
તારા ગુલાબી અધરો જોતાં,
યૌવનનો ઉન્માદ વધારી ગયું,
મારા હૃદયને પીગળાવી દેતાં,
બેકાબૂ મુજને બનાવી ગયું,
મારી સમીપ તને ઊભી જોતાં,
પ્રેમનું આલિંગન દેવાઈ ગયું,
શ્વાસોની મસ્તીમાં "મુરલી"
મદહોશીમાં મન ડૂબી ગયું.

