પ્રેમનું ગીત
પ્રેમનું ગીત
પ્રેમની પરીક્ષામાં પાસ થયો હું,
માંડ માંડ એમનો ખાસ થયો હું.
રાધા સંગ કૃષ્ણ કરે રાસ થયો હું,
કાવ્યમાં હોય એવો પ્રાસ થયો હું.
પ્રેમની પરીક્ષામાં...........
અંધારા ઘોરમાં ઉજાસ થયો હું,
મનમાં અનેરો પ્રકાશ થયો હું.
કરવાને ભક્તિ જો દાસ થયો હું,
પાઠશાળા પ્રેમની તો તાસ થયો હું.
પ્રેમની પરીક્ષામાં..........
વ્યાપેલી નફરતનો નાશ થયો હું,
થાકેલા તન-મન ને હાશ થયો હું.
ધરતી પર સ્વર્ગનો આભાસ થયો હું,
મંદિરમાં ઈશ્વરનો વાસ થયો હું.
પ્રેમની પરીક્ષામાં પાસ થયો હું,
માંડ માંડ એમનો ખાસ થયો હું.