STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમનું આંગણ

પ્રેમનું આંગણ

1 min
220

પ્રેમનો સાગર ઉમટ્યો એવો અને, 

ઉછળ્યા મોજા દિલના આંગણે,

પ્રેમનો સમીર લહેરાવ્યો એવો હું તો,

નાચવા લાગ્યો મનનાં આંગણે,


નાદ મધુરો સાંભળી ચમક્યો અને,

મીઠી કોયલ ટહૂકી ઘર આંગણે,

દિલના દ્વાર ખોલીને જોયું મેં તો,

પ્રિયતમા આવી આજે આંગણે,


પ્રેમના પ્રવાહને રોકવા ગયો અને,

ભિંજાયો પ્રેમથી પૂરો આંગણે,

રોમે રોમથી ડોલી ઊઠ્યો હું તો,

દોડીને ભેટ્યો આજે આંગણે,


મનનાં મંદિરમાં ઘંટારવ થયો અને,

પ્રેમની શરણાઈ ગુંજી આંગણે,

તેના યૌવનમાં ભાન ભૂલ્યો હું તો,

યૌવનમાં ડૂબ્યો ઘર આંગણે,


પ્રેમમાં ડૂબવા તડપતો હતો અને,

વિરહથી પીડાતો હતો આંગણે,

પ્રિયતમાના દિલમાં સમાયો"મુરલી"

મિલન પુરૂં થયું આજે આંગણે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance