STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમનો સૂરજ

પ્રેમનો સૂરજ

1 min
392

પ્રેમનો સુરજ ઉગ્યો છે આજે,

અંધકાર ભૂલવા હું ઇચ્છુ છુ.

તમારી મુલાકાત થઈ છે આજે,

તમને અપનાવવા હું ઇચ્છુ છુ.


એકલતાચી થાક્યો છુ આજે,

તમારું સાનિધ્ય હું ઇચ્છુ છુ.

નજરથી નજર મળી છે આજે,

નજરથી વિંધાવા હું ઇચ્છુ છુ.


મારા જીવનમાં આવ્યા છો આજે,

દિલમાં વસાવવા હું ઇચ્છુ છુ.

તમારા યોવનથી અંજાયો છુ આજે,

યોવનનું રસપાન હું ઈચ્છુ છુ.


મોસમ ખીલી છે ગુલાબી આજે,

મિલનની મધુરતા હું ઇચ્છુ છુ.

બની જાઓ પ્રિયતમા મારી આજે,

"મુરલી" પ્રિયતમ થવા હું ઇચ્છુ છુ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance