Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રેમની તત્પરતા

પ્રેમની તત્પરતા

1 min
246


એકલતાથી ચાર દિવાલમાં હું,

કેદ થઈ રહ્યો છું,

તારા ગયા બાદ જીવનમાં હું,

પાનખર સહી રહ્યો છું,


તારી પ્રેમાળ સૂરતને હું,

યાદ કરી રહ્યો છું,

દિલમાં અરમાનો સજાવીને હું,

તુજને સાદ કરી રહ્યો છું,


તારી મધુર યાદોને વાગોળી હું,

આંસુ વહાવી રહ્યો છું,

તારા મિલનની આશાએ હું,

દિન રાત પસાર કરી રહ્યો છું,


તારા વિરહના તાપથી હું,

દિલથી સળગી રહ્યો છું,

તારા પ્રેમથી ભીંજાવવા હું,

મનથી થનગની રહ્યો છું,


તારી તસ્વીર ને દિલમાં વસાવી હું,

આરાધના કરી રહ્યો છું,

"મુરલી" પ્રેમ સરિતામાં વહેવા હું,

તત્પર બની રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance