પ્રેમની શાહી
પ્રેમની શાહી
બેવફાને આજ અલવિદા કરી રહ્યો છુ,
છળ કપટમાંથી બહાર નિકળી રહ્યો છું,
મારા પ્રેમની લાગણીને કાબુમાં રાખીને,
હમેશા તેને ભૂલવા મન હું મનાવી રહ્યો છુ.
ભૂતકાળમાં સિતમો ખૂબ સહી ચુક્યો છું,
વર્તમાનમાં સાવધાની હવે રાખી રહ્યો છું,
ભવિષ્યમાં પ્રેમમાં હવે ફસાવું નથી મારે,
ઈમાનદાર ચહેરાની શોધ હું કરી રહ્યો છું
વિરહના વમળો કાયમ સંકોચી રહ્યો છું,
આંખોના આંસુઓને અટકાવી રહ્યો છું,
બેવફાઈની તસ્વીર દિલમાંથી દૂર કરીને,
વફાદારીની વસિયત હું શોધી રહ્યો છું.
દુઃખનો દસ્તાવેજને હવે ભૂંસી રહ્યો છું,
ખામોશીયોના પત્રોને સળગાવી રહ્યો છું,
પ્રેમનો નવો ઈતિહાસ લખવાને "મુરલી",
કલમ માટે પ્રેમની શાહી શોધી રહ્યો છું.

