પ્રેમની મહત્વતા
પ્રેમની મહત્વતા
પ્રેમ દુનિયામાં સૌથી પવિત્ર છે,
જેને પ્રેમની અસર થઈ જાય છે,
તે સફળ બનીને પ્રેમની દુનિયામાં,
પ્રેમનો ઈતિહાસ રચાવી જાય છે,
પ્રેમ વિના આ દુનિયામાં માનવ,
પાગલ બનીને ભટક્યા કરે છે,
ભટકી પટકીને ગલી ગલીઓમાં,
પથ્થરો અને ઠોકરો જ ખાય છે,
આ પ્રેમનો રોગ જેને લાગે છે,
તેને અમાસ પણ પૂનમ લાગે છે,
પ્રેમીઓની આ હાલત જોઈને,
ચંદ્ર પણ વ્યંગમાં હાસ્ય કરે છે,
પ્રેમ તો બે દિલ વચ્ચેનો નશો છે,
જે આ નશામાં ઊંડા ડૂબી જાય છે,
જેને વહેલા ભાન આવે તે "મુરલી",
તેને બેવફા કહેવામાં આવે છે.

