પ્રેમની ચર્ચા
પ્રેમની ચર્ચા
મારી નજર અને તારૂ દિલ બન્ને ભલે લાચાર છે,
છતાં તારા પ્રત્યેનો મારો પ્રેમ હમેશા લગાતાર છે.
તને મળીને મારા મનના મયૂરનો મધુર ટહૂંકાર છે,
તારૂ મુખ ન જોઉં તો મારી સવાર સાવ બેકાર છે.
તારા નયનોમાં મારા પ્રત્યે પ્રેમનો અતિ પલકાર છે,
મારા હ્રદયમાં પણ તારા પ્રત્યનો પ્રેમનો ધબકાર છે.
તારી સાથે મધુર મિલનની ઈચ્છા મારી અપાર છે,
તારા વિનાનું આ જીવન મારૂ અતિશય સૂનકાર છે.
તારા અને મારા પ્રેમની ચર્ચા આ નગરમાં થનાર છે, આપણા ઉપર ઈશ્વરની કૃપા ખૂબજ અપરંપાર છે.
"મુરલી" મારા જીવનમાં તને હ્રદયથી આવકાર છે,
તારા મારા પ્રેમનો ઈતિહાસ આ દુનિયા લખનાર છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

