એક વખત મુશાયરામાં તો જાવ
એક વખત મુશાયરામાં તો જાવ
કેટલી બધી દોડાદોડી ને કેટલી બધી તકલીફ
મુશાયરામાં જવાની, કેટલી રાખે હિંમત !
આમંત્રણ મળે તો જલ્દી જલ્દી તૈયાર થવાનું
તૈયારીમાં બધું યાદ રાખવાની છે હિંમત,
મુશાયરામાં ગયા, બધાને સાંભળવાનું
પોતાની વારીમાં, કાવ્ય બોલવાની હિંમત,
મોબાઈલના કેમેરામાં ફોટાઓ ક્લિક કરવાના
મુશાયરાની યાદો, સોશિયલ મીડિયામાં મૂકવાની હિંમત,
જાણીતા શાયરો સાથે એક એક ફોટો લેવાનો
પોતાની સેલ્ફી પણ લેવાની રાખે હિંમત,
સમય જતાં બધી યાદોને વારાફરતી જોવાની
જુના દિવસોની યાદો સ્મરણમાં રાખવાની હિંમત,
કોઈ કહે કે મુશાયરામાં જાવ છો એમાં તો શું ?
એક વખત મુશાયરામાં જાવ, દેખાઈ જશે તમારી હિંમત !
