STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

તિખારો

તિખારો

1 min
123

ઠંડી રાત

ચારે બાજુ 

સળગતા લાકડાં

તાપણામાંથી ઊઠતાં તિખારા.. 

ને તેમાં ઘેરી વળતી એકલતા

વરાળ જેવો સાથ ઝંખતું ઘર,


શ્વાસોથી શ્વાસોને

વિંટળાયેલી ઈચ્છાઓ

નિસાસા નાખતો

આગિયો અજવાળું લઈ ફરે છે


હોઠનો કંપારો 

ઠંડી યાદોનો ભરડો લે... 

સ્મરણો ઘેરી વળે છે,

સમયની ક્ષિતિજ પાર

ક્ષિતિજને સ્પર્શવા જતાં 

તણાય જાઉં છું

લાંબી રાતોમાં

તગતગતા તિખારામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama