Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

અધિકાર

અધિકાર

1 min
195


લે આપ્યાં તને બધાં અધિકાર

બધું જ તારું...

ઘરની ગૃહસ્વામિની તું...

ઘરની સાથે 

મિલકત આ બેન્ક એકાઉન્ટ..

ગાડી જમીન જાયદાદ તારા નામે....

કાયમ તારી ફરિયાદ 

પિતા તરીકે મારો અધિકાર મોટો..

ચાલ આજે ત્યાં પણ તારું જ નામ...


પણ એક વાત કહે 

હકીકતમાં તું આજ ઈચ્છે છે ?

કે પછી...

કોઈ બીજી જ ઈચ્છા મનમાં સળવળે છે ?

અધિકાર તારો જ તો હતો... 

માંગ્યા વિના...


ઘર મારા નામે પણ..  

સાશન તારું જ હતું..

તારી ઈચ્છા કાયમ સર્વોપરી માની..

પિતા તરીકે નામ જ હતું ..

પણ એ તારી જ પરછાઈ 

માની આસપાસ જ વિશ્વ એનું...

અને બંધન તને ક્યાં હતું...

મંગળસુત્ર, બિંદી, સિંદૂરથી 

હું જ બંધાયો તારાથી... 

તું આવી સ્વગૃહ છોડીને..

મકાન તારા પગલે ઘર બન્યું

તારા આપેલ અધિકારે 

હું પૂર્ણ બન્યો..


હા ! તારા વગર હું પણ અપૂર્ણ જ

પ્રિયા આજ હું કાંઈક માગું..?

આપ થોડો વિશ્વાસ, સહકાર અને

ખૂબ સ્નેહનો અધિકાર...

આપીશને...?

કે હજી કોઈ શંકા મનમાં બાકી પ્રિયા ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama