શ્યામ સમીપે
શ્યામ સમીપે
વિચારોના વૃંદાવનમાં
મારે શ્યામ સમીપે જાવું,
ભમું એકલી અટૂલી વાટે
વાટે મોરપીંછને નિરખું
સાંભરે શ્યામ સંગની એ અટખેલી
હું રાધા તું શ્યામ હતાં એ
વિચારોના વૃંદાવનમાં....
મીરાં બની હું એકતારો ધરું
નરસિંહ બની કરતાલ
ગોપીઓના વૃંદાવનમાં
ચાહું એ નીત નૃત્યનો
ઝણકાર..
વાંસલડીનો સૂર શ્વાસે શ્વાસે મનમયુર થનગનાટે
વિચારોના વૃંદાવનમાં ...
શ્યામ સખા આજે ખેલો રાસ
રાધા માધવ સંગે,
રાધા માધવ માધવ રાધા
જન લોક સ્મરે મધુબનમાં
વિચારોના વૃંદાવનમાં
મારે ગોપીગીત છે ગાવું.
વિચારોના વૃંદાવનમાં મારે શ્યામ સમીપે જાવું.
