ફૂલોની મઘમઘતી ક્યારી છે
ફૂલોની મઘમઘતી ક્યારી છે
એ ફૂલોની મઘમઘતી ક્યારી છે,
જગમાં એ સૌથી મને પ્યારી છે,
ચાલે તો એના ઝાંઝર કરે ઝણકાર,
કોઈ નહીં, એ તો મારી રાજદુલારી છે,
મીઠી મીઠી કોયલ જેવી એની બોલી,
જાણે એની બોલીમાં ઘોળી મિસરી છે,
રૂપ તો એનું કેવું અદ્ભૂત અલબેલું છે,
જાણે આકાશેથી ઉતરી કોઈ પરી છે,
સૌની ચાહિતી છે સૌની ખૂબ માનીતી છે,
સમજણ તો એમાં ઠાંસી ઠાંસીને ભરી છે,
જગમાં સૌથી મને વ્હાલી અને પ્યારી છે,
કોઈ નહીં, એ તો મારી પ્યારી રાજદુલારી છે.
