STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમની દેવી

પ્રેમની દેવી

1 min
195

તું મારાથી નજર ફેરવી શકીશ નહીં,

તું મુજને જોઈ રસ્તો બદલી શકીશ નહીં,

હું તો એવી પ્રેમ દિવાની છું મારા વાલમ,

તું નજર મેળવ્યા વિના રહી શકીશ નહીં,


તું મારી લાગણી તોડી શકીશ નહીં,

તું મારા સાદને અવગણી શકીશ નહીં,

હું એવી પ્રેમની સરિતા છું મારા વાલમ,

તું તેમાં ડૂબ્યા વિના રહી શકીશ નહીં,


તું મારાથી દૂર કદી જઈ શકીશ નહીં,

તું તારા દિલમાંથી મુજને ભૂસી શકીશ નહીં,

હું તો એવી પ્રેમની મહેક છું મારા વાલમ,

તું મહેકને માણ્યા વિના રહી શકીશ નહીં,


તું મુજને મળ્યા વિના રહી શકીશ નહીં,

તું કદી પણ તરછોડીને જઈ શકીશ નહીં,

"મુરલી" તો એવી પ્રેમની દેવી છે મારા વાલમ,

તું આરાધના કર્યા વિના રહી શકીશ નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama