મૃગતૃષ્ણા
મૃગતૃષ્ણા
સોનાના હરણની કરી ઝંખના વૈદેહી એ જ્યારે,
રામને મૃગયા કરવી જ પડી વનની વન વાટે
છળકપટ દશાનનનું
ઉતર્યું, ધાર્યું ભિક્ષુક રૂપ વન વાટે
ત્યારે લક્ષ્મણને પણ રેખા દોરવી પડી હતી
સીતાનું હરણ કરવા માટે,
શનિને પગતળે રાખનાર રાવણે ભીખ માંગી જ્યારે, એજ એની પામારતાનું જગ પ્રમાણ રાખે,
"લક્ષ્મણ રેખા" સીતાને પણ ઓળંગવી પડી
સીતાને નિર્જન વાટે...
લોભ, લાલચ, લાલસા જાગી "સૂવર્ણ મૃગતૃષ્ણા" માટે
લપેટાશો નહીં ક્યારેય,
સુવર્ણ મૃગની લાલસામાં
ભરમાસો નહીં ક્યારેય,
આસુરી છળકપટથી
"દૈવ્યત્વ" પણ છેતરાતું ભાળ્યું છે
રામાયણની વાટે,
છળકપટ, કાવાદાવા કરવા- કરાવવા- ન જીવન વનવાટે -વસવાટે,
આધ્યાત્મની લક્ષ્મણરેખાનો ઉંબરો ઓળંગશો નહીં, અજર અમર રામને માટે
"વાત એ નથી કે સીતાનું હરણ થયું" કે
હરણ માટે થયું રામાયણ,
એટલું જ બસ યાદ રાખવું
મોહ અંધ બની મોહપાશમાં
લપેટાશો નહીં મૃગતૃષાતુર વાટે
શ્રીરામ -રાવણ કે હો લક્ષ્મણ વિશેષ-
"છદ્મ રામાયણ સર્જે જ છે મહાભારત જેવું"
એ કદી ભૂલશો નહીં જીવન વાટે.
