અરજ વાંસળીની
અરજ વાંસળીની
હે, સુદર્શનચક્રધારી !
ટચલી આંગળીએ ગોવર્ધન ધારી,
તેં પીડ જગતની વારી !
મીરાંના ઝેરને અમૃત,
નરસિંહ તણી હૂંડી
વિદુરની ભાજી ગ્રહી
સુદામાના તાંદુલ
સખા,દાસત્વ સ્વીકર્યું તેં
હરિ રૂપ
સ્નેહશકિત ને નિઃસ્વાર્થ ભક્તિનાં આ પ્રમાણો ...
પણ
હું દાખવી
શકું કેમ ?
હું કાષ્ઠમાંથી
સર્જાણી
ભક્તિની મારી શક્તિ નથી દાખવી શકું ઉર બાળી
બસ...
હું વિંધાઇશ, કપાઈશ, તપાવીશ જાતને એટલી કે
બની શકું હું વાંસળી પ્યારી
મારી અરજ હું વિનવું,
હે , મોરપીંછધારી આટલી અરજ છે મારી
ઉરે ધરો 'કનહાઈ.'
ને
હરિએ હાથમાં ધરી,
હૃદયે ચાંપી,
મને અધરે ધરી "કન્હાઈ"
પ્રાણ પૂર્યા મારા અંગ અંગમાં
સૂર બજે શરણાઈ
ધન્ય જીવન ઉતરાઈ
મારી અરજ અમર અટવાઈ.
