Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

હક

હક

1 min
189

આપ્યાં સઘળાં હક તને ...

ફરજો સઘળી અમારી હવે..

હા ! તું કુળદિપક છે કુળનો..

તો અમે બે ઘરની દીવડી..

પણ..

લાડ મળતાં દીકરીને 

સાથે 

શિખામણ ડગલે ને પગલે..

જયારે તું છટકી જતો હરવખતે..

મા..

અમે તારી બે આંખ્યું..

તો આ જુદારો કેમ..

બધી વખતે છોડવાનું 

ભૂલવાનું અમારે જ ?

જયાં જન્મી એ ઘર પિતાનું

પરણી એ પતિનું...

તો આ બધામાં અમે કયાં ?

મળી ફરજો અમારે ભાગે..

હક બધાં એમને..

જાત અમારી,

ચાંદલો સિંદૂર તારા નામનું...

ત્યાં પણ તે કબ્જો જમાવ્યો..

આ પણ કબૂલ..

છતાં કયારેક થાય..

જેને જન્મ આપ્યો તેના પર તો..

પણ ત્યાં પિતાએ હક જમાવ્યો,

હવે તું જ કહે હરિ ....

મારો..

અમારો હક તારા પર ખરો કે નહીં ?

Rate this content
Log in

Similar gujarati poem from Drama