STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

પાવડે

પાવડે

1 min
117

વાતને સમજાવવા ખુદથી લડે

દુઃખ ઉલેચી નાખશે એ પાવડે, 


સુખની વ્યાખ્યા સાવ નોખી એમની, 

ઊંઘ આવી જાય રાત્રે બાંકડે, 


વાંક તારો એટલું સમજાય તોય, 

રોજ ઈશ્વર સાથ પાછી બાખડે,


માંગશે લાચાર થઈને કાયમી 

એ જ પાછો બળ બતાવે બાવડે, 


જ્યાં વધારી વાત એણે એ પછી, 

એકલા જીવી ગયો છું ગામડે,


એ બહાનાંઓ બતાવી ભાગતાં,

 ખૂબી સાથે ત્યાં તળે છે તાવડે,


ખૂબ થાક્યા હાથ જોડીને હવે, 

એટલે સ્વાગત કરીશું ખાંસડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Drama