STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

મનનો બગીચો ક્યાં કદી ખાલી હોય

મનનો બગીચો ક્યાં કદી ખાલી હોય

1 min
156

આ મનનો બગીચો ક્યાં, કદી ખાલી હોય છે !

પ્રેમના એમાં છોડ છે, લાગણીના રોપા છે,


નફરતનું એમાં ઘાસ છે,

હેતના એમાં હિંડોળા છે,


આશાઓનાં એમાં બાંકડા છે,

વિચારોના પંખી એમાં ટહુક્યા કરે છે,


આનંદનો પવન લહેરાય ક્યારેક,

ક્યારેક ઉદાસીના આવે એકાદ ઝોંકા એમાં,


ક્યારેક હેતના હિંડોળે હીંચકે,

ક્યારેક વિચારોના ચગડોળે ઘૂમે,


આશાના ખીલે ફૂલો એમાં,

આમ મનનાં બગીચે આવે,

ક્યારેક હસીની નવી કૂંપળ,


તો મનનાં બગીચે આવે ક્યારેક,

ઉદાસીની પાનખર,


ઉદાસીનતા, નફરતનું ઘાસ કરો દૂર,

ખુશીના આવશે ફૂલ,

જીવનબાગ મહેકી ઊઠશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama