STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

સમજુ કોણ કહેવાય

સમજુ કોણ કહેવાય

1 min
141

પશુ પંખીમાં ક્યાં કોઈ આપસમાં લડે છે,

તારું મારું કરીને એ ક્યાં કોઈ ઝગડે છે,


સંગ્રહખોરી પણ કોઈ કરતું નથી,

ભવિષ્યની ફિકર કોઈ કરતું નથી,


કોઈ એકબીજાની સરખામણી કરતું નથી,

કોઈ એકબીજાની ઈર્ષ્યા કરતું નથી,


મોજથી બધા એક જંગલમાં જ રહે છે,

જગ્યાની વહેંચણી કોઈ કરતું નથી,


જે દિવસે ન મળે ખોરાક, ઈશ્વરને કોઈ ફરિયાદ કરતું નથી,

કશી અભાવની ફરિયાદ ઈશ્વરને કોઈ કરતું નથી,


ત્યાં કોઈ રાજા અને કોઈ પ્રજા નથી,

અહીં ચૂંટણી પાછળ ખોટા ખર્ચ કોઈ કરતું નથી,

અહીં નેતા બનવા માટે આપસમાં કોઈ લડતું નથી,


અહીં આપસમાં હરીફાઈ કોઈ કરતું નથી,

એકબીજાની ટાંગ કોઈ ખેંચતું નથી,


અહીં કોઈને નીચા દેખાડવાનું કામ કોઈ કરતું નથી,

અહીં ચહેરા પર મહોરું કોઈ પહેરતું નથી,


અહીં ધર્મ માટે કોઈ લડતું ઝગડતું નથી,

અહીં વાદવિવાદ કોઈ કરતું નથી,


સમજુ કોણ કહેવાય ?

માનવી કે પશુ, પંખી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama