STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પ્રેમની ચાદર

પ્રેમની ચાદર

1 min
118

જીવી રહ્યો છું હું તારા સ્મરણ સાથે,

હરપળ તું મુજને યાદ કરજે,

તારો હતો ને તારો જ છું વાલમ,

તારા હૃદયમાં તું મુજને સમાવજે,


પૂનમની રઢીયાળી રાત છે આજે,

મુલાકાત તું મુજ સંગ કરજે,

ન તડપાવીશ, ન તરસાવીશ વાલમ,

મળવાનો વાયદો તું જરૂર નિભાવજે,


હૃદયમાં વસાવી છે મેં છબી તારી,

તેના ઉપર તું વિશ્વાસ કરજે,

નફરતની આગ દૂર કરીને વાલમ,

પ્રેમની સરિતા તું મુજ પર વહાવજે,


આવી શકે તો આવી જા તું આજે,

નહીં તો મુજને તું અલવિદા કરજે,

અંતિમ સમયે મારા કફન ઉપર "મુરલી",

તારા પ્રેમની ચાદર તું મુજને ઓઢાડજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance