પ્રેમની અસર
પ્રેમની અસર
કે ના કશું જોયું, ના કશું વિચાર્યું છે મેં,
તમને મળીને મારાં જીવનને તાર્યું છે મેં,
શું દુઃખ હતું એની જાણ હૃદયને હતી,
જગત સામે તેને કદી ના ઉચ્ચાર્યું છે મેં,
હવે મારાં હૃદયને ચાહ તમારાં સાથની,
એથી વધુ હવે કશું પણ ના ધાર્યું છે મેં,
અસર કેવી થઈ છે તમારાં આગમનની,
જીવનનાં દરેક દુઃખને પછી માર્યું છે મેં,
ખારા સાગર વચ્ચે મીઠી નદી તું મળી,
એથી તે કિનારે જીવનને પસાર્યું છે મેં !