STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમના તરંગો

પ્રેમના તરંગો

1 min
202

જ્યારે જ્યારે હું તમને મળું છું,

નજર તમારી પર પડી જાય છે,

તમને પ્રેમથી નિહાળતાં મારૂં,

હૈયું ખૂબ હરખાય છે...


તમને નિરખીને બોલવા જાઉં છું તો,

શબ્દો પણ અટકી જાય છે,

અદ્ભૂત સુંદરતામાં મગ્ન બનીને,

દિલ મારૂં ધડકી જાય છે...


તમે છો રૂપ નગરની મહારાણી તમારા,

મોહમાં ડૂબી જવાય છે,

કામણગારું તમારૂં યૌવન નિહાળીને,

મદહોંશ બની જવાય છે...


પ્રેમથી તમારો સ્પર્શ કરૂં છું તો,

રોમ રોમ લહેરાઈ જાય છે,

તમારી નજર સામે નજર મેળવું તો,

ઘાયલ બની જવાય છે...


પ્રેમની જ્યોત તમે પ્રગટાવી દિલમાં,

દિલ મારૂં ઝૂમી જાય છે.,

"મુરલી"તમારા દિલમાં વસીને,

તમારો દિવાનો બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance