પ્રેમના દરિયામાં ડૂબ્યા અમે
પ્રેમના દરિયામાં ડૂબ્યા અમે
તમારા અદ્ભૂત સ્મિત થકી મહોર્યાં અમે,
તમારા અગાધ પ્રેમના દરિયામાં ડૂબ્યા અમે,
સ્વને ભૂલીને એવા ઓતપ્રોત થયા કે,
અમારી જાતને પણ ના શોધી શક્યા અમે,
તમારી યાદમાં એવા લીન થઈ ગયા કે,
તમારી યાદોના લીબાસ પહેર્યા અમે,
એકાએક મળી ગઈ દુનિયાની સઘળી ખુશી,
જાણે ધરા પર જન્નતમાં વિહર્યાં અમે,
મનગમતાનો સંગાથ મળી ગયો અમને,
જાણે દુનિયાની સઘળી ખુશી પામ્યા અમે,
આમ તો હતા અમે એક બિંદુ સમાન,
જાણે તમારા સંગાથે સિંધુ બન્યા અમે.

