પ્રેમના બે મીઠા બોલ મળે
પ્રેમના બે મીઠા બોલ મળે
રસોઈમાં મસાલા સાથે પ્રેમ પણ ઉમેરીએ,
એમ કરી રસોઈ સાથે અમે પ્રેમ પણ પિરસીએ,
ક્યારેક હાથ દાઝે, ક્યારેક પસીનો થાય,
અમારી ફરિયાદ બધી ઓગળી જાય,
જ્યારે પ્રશંસાનાં બેચાર શબ્દો મળે,
ઘરને મંદિર બનાવી દઈએ અમે,
પૂજાની કોઈ અપેક્ષા નથી,
બસ ઈચ્છીએ થોડું સન્માન મળે,
ના કોઈ એવોર્ડ, ના સર્ટિફિકેટ જોઈએ,
અમારા કાર્યના બદલામાં થોડી હૂંફ મળે,
તીખા કડવા તૂરા મસાલાને પણ અમે શ્રેષ્ઠ બનાવીએ,
વેસ્ટમાંથી પણ અમે બેસ્ટ બનાવીએ,
ના કોઈ ઈનામ, ના કોઈ ભેટ જોઈએ,
બસ ચાહીયે અમે અમને તો પ્રેમના બે મીઠા બોલ મળે.
