STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

પ્રેમમાં તિરાડ

પ્રેમમાં તિરાડ

1 min
162

એકલો અટુલો બેસીને હું,

ગમની ગહેરાઈમાં ડૂબ્યો છું,


તારી મુજને યાદ આવતા હું

તુજને મળવા તડપું છું. 


દિન રાત બાવરો બનીને હું,

તુજને શોધવા ભટકું છું,


તુજ વિના મારું જીવન હું,

પાનખર જેવું અનુભવું છું. 


સ્વપ્નમાં તુજને નિરખીને હું,

તન્હાઈમાં રાત વિતાવું છું,


જીવનમાં પડેલ તિરાડને હું,

સાંધવા હરપળ તલસું છું. 


દૂર શેરીમાં નજર કરીને હું,

પાયલનો રવ સાંભળુ છું,


આસપાસ તારી મહેકને હું,

મદહોશ બનીને માણું છું. 


તારા મધુર મિલન માટે હું,

વરસોથી વાટ જોઉં છું,


"મુરલી" તારા પ્રેમ માટે હું,

હરપળ તુજને ઝંખુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance