STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

પ્રેમમાં છું

પ્રેમમાં છું

1 min
602

હું કોઈ નશામાં નથી, પ્રેમમાં છું,

તમે એમ ના માનો કે વ્હેમમાં છું !


મને સાદ ના આપ, જગતને કહું,

હું એમને યાદ કરવાનાં કામમાં છું !


મારાં હોવાની સાબિતી તો એ છે,

હું કશે નથી પણ તારાં નામમાં છું !


સ્વર્ગ પણ હવે ગમશે નહીં મને,

કારણ એ કે હું તમારાં ગામમાં છું !


શોધી શોધીને થાકી ગયો હું કોઈને,

તું મળી એટલે હવે આરામમાં છું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance