પ્રેમી પંખીડાં
પ્રેમી પંખીડાં


સામસમી ડાળ પર પંખીડાં,
એકબીજાને ભળી ગયાં,
એ તો દૂધમાં સાકરની જેમ,
એકબીજામાં ભળી ગયા.
એકબીજાનાં દિલનાં,
તારને એઓ અડી ગયો,
અજાણ્યાં એ પંખીડાં,
ત્યારથીજ પ્રેમમાં પડી ગયાં.
કોઈ શિકારીના તિખાં તિર,
કોણ જાણે એમને નડી ગયાં,
ડાળ પર બેસેલાં પંખી,
કેમ જમીન પર પડી ગયાં ?
પણ એકબીજાનાં દિલનાં,
પજાદું એમને ફળી ગયાં,
પછી દૂર નવી દુનિયામાં,
પ્રેમી પંખીડાં ઊડી ગયાં.