STORYMIRROR

Sheetlba Jadeja

Romance

4  

Sheetlba Jadeja

Romance

પ્રેમ

પ્રેમ

1 min
395

જે કોઈ દિવસ કોઈનાં બંધનમાં નથી તે પ્રેમ,

આંખોમાં જ કેદ થઈને અરીસો બને તે પ્રેમ,

ખુદમાં જ કોઈનાં પ્રતિબીંબનો એહસાસ કરાવે તે પ્રેમ,

આંગળીનાં ટેરવાના સ્પર્શ માત્રથી સજીવન કરે તે પ્રેમ,


લાગણીની ઝંખનાનો હમેશા સરવાળો કરતો એ પ્રેમ,

અતુટ, અખુટ, નિ:શબ્દ, મૌન સ્વરુપે જતાવાતો આ પ્રેમ,

વરસાદમાં મોર બની કળા કરી ભીંજવી નાખતો આ પ્રેમ,

કટાઇ ગયેલા બંધ પટારામાં જીવ પુરતો આ પ્રેમ,


વિરહમા આકાશના તારાઓ ગણાવતો આ પ્રેમ,

ઠંડીમાં ધાબડો બની કરવટો લેતો આ પ્રેમ,

પ્રેમિકાની ઓઢણી બની વ્હાલ વરસાવતો આ પ્રેમ,

માઇલો દુર હોવા છતાં ધબકારાનો પણ એહસાસ કરાવતો આ પ્રેમ,


નારાઝગીને અલગ અદાથી રીઝવતો આ પ્રેમ,

એક ઝલક માત્રને મેળવવા આકાશને આંબી જતો આ પ્રેમ,

એક સ્ત્રી માટે અલંકારોથી પણ વિશેષ આભુષણ ધરાવતો પ્રેમ,

ઠંડા બરફના ઢગને પણ પાણી બની પીગળાવી દે એ પ્રેમ,


રોગમાં પણ સંજીવની બની જતો આ પ્રેમ,

અંધકારમાં પણ ચંદ્રની ચાંદની બની જતો આ પ્રેમ,

કંઇજ ન કેહવા છતાં ઘણું બધુ કહી જતો આ પ્રેમ,

ઇશ્વરે જીવને આપેલું પવિત્ર વરદાન એટલે પ્રેમ.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance