STORYMIRROR

PARUL GALATHIYA

Romance

4  

PARUL GALATHIYA

Romance

પ્રેમ

પ્રેમ

1 min
418

તારા પ્રેમમાં જગત, આખુંય ગુલાબી લાગે છે,

તારી પાસે આવવાથી, નવીન ઉમ્મીદ જાગે છે.


તારા હોવાથી આપતી, ઘણીય દૂર જ ભાગે છે,

મારું દિલ હર રોજ, તારો સહકાર માગે છે.


તારા હોવાથી જીવન, મારું બિલકુલ રાગે છે,

તારા જવાથી આદત, મને કાંટો બની વાગે છે.


મનને તો મનાવ્યું, પણ આ દિલ રોજ જાગે છે,

કાજળ ભરી આંખમાં, આંસુ સરસર ભાગે છે.


તારા વિના આખી "પલ", સૌદર્ય હિન જ લાગે છે,

મારા મનમાં ટેકરી, તારા વિચારોની જાગે છે.


તારા વિખૂટા થવાથી,શબ્દો તીર જેમ વાગે છે,

કિસ્મતમાં નથી લખ્યું, એટલે જ તું ભાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance