STORYMIRROR

BINAL PATEL

Romance Inspirational

4  

BINAL PATEL

Romance Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
448

દિવસ-રાતના દાયરામાં જીવન જીવવાનું હોય છે,

સૂરજની સ્થિરતા સમી જિંદગી જીવવાની હોય છે.


પ્રેમની શું પરિભાષા આપું દોસ્ત !

પ્રેમની અનુભૂતિ તો બસ અનુભવવાની હોય છે.


પ્રેમ એટલે તો બસ સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ સ્વીકાર,

પ્રેમ અંધ નથી સાહેબ.


લાગણીઓના તાંતણે વણાયેલો એવો દોરો,

નાજુક નમણો પણ પકડમાં મજબૂત.


નફરતની નાભિમાં પ્રસરી પ્રેમની,

જ્વાળા પ્રગટાવવાની હોય છે,


પ્રેમમાં બસ નિઃસ્વાર્થ લાગણીઓની

વહેંચણી કરવાની હોય છે.


પ્રેમ મીરાંનો હોય કે શબરીનો સાહેબ,

તાકાત તો નફરતને મારવાની હોય છે.


બાલદાતી પ્રેમની પરિભાષામાં,

તનને સમર્પિત કરવાની વાત હોય છે.


સાચ્ચા પ્રેમની અનુભૂતિને

તનની સોડમમાં ક્યાં રસ હોય છે !


પ્રેમની પરિપક્વતામાં પ્રેમીની આંખો

અને સાચા મનનો મેળાપ હોય છે.


ક્ષિતિજ સુધીનો સાથ અને,

સુખ-દુઃખની દાસ્તાન હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance