STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Romance Inspirational

3  

રોનક જોષી 'રાહગીર'

Romance Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
191

અચાનક જ જોતાં જ પહેલી નજરમાં થઈ જાય તે પ્રેમ,

આંખથી આંખ મળે અને નિઃસ્વાર્થ ભાવ જાગે હૃદયમાં તે પ્રેમ.


માંગણીઓના બંધનમાં નહીં પણ લાગણીનાં બંધનમાં આખી જિંદગી સાથે જીવે તે પ્રેમ,

જ્યાં તારું મારું નહીં પણ આપણું કહેવાની ભાવના જાગે તે પ્રેમ.


સાથે બધા ચાલે છે પણ એકબીજાના વિચારોની સાથે સંગતતા કેળવી જિંદગી વિતાવે તે પ્રેમ,

કહ્યા વિના જ સમજીને દરેક કામમાં આગળ આવે તે પ્રેમ.


રોજ નવા સપનાનું વાવેતર કરે અને સાથે મળી તેનો ઉછેર કરે તે પ્રેમ,

શ્વાસ છૂટે પણ વિશ્વાસ ક્યારેય ના તૂટે તે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance