પ્રેમ
પ્રેમ
નથી પ્રેમ માત્ર છોકરા છોકરીનો જ..
માતા પિતા અને પુત્ર વચ્ચે પણ હોય અતૂટ પ્રેમ,
લેખક અને લેખન વચ્ચે પણ હોય અતૂટ પ્રેમ,
બહેન ભાઈ વચ્ચે પણ હોય છે અમર પ્રેમ,
પરમાત્મા અને આત્મા વચ્ચે પણ હોય અતૂટ પ્રેમ...
ના હોય થાક, ના કોઈ હાર પ્રેમમાં,
ભક્ત બેસી રહે ત્રણ કલાક પદ્માસનમાં...
એ છે માત્ર પ્રેમની તાકાત...
રાત જાગી લખે લેખક,
સજાવે એનું લેખન,
એ તો માત્ર પ્રેમની તાકાત...
માતા કરે કામ આખો દિવસ,
તો પણ રાત્રે એ જાગે બાળક માટે,
એ તો માત્ર પ્રેમની તાકાત...
પત્ની કરે કામ આખો દિવસ,
તો પણ રાત્રે એ જાગે પતિ માટે,
ખુશીથી બારણાં એ ખોલે,
એ તો માત્ર પ્રેમની તાકાત...