STORYMIRROR

Bhanuben Prajapati

Romance

4  

Bhanuben Prajapati

Romance

પ્રેમ વિયોગ

પ્રેમ વિયોગ

1 min
1.1K

ક્યાંય છૂપો પ્રેમનો વિયોગ દર્શાવતી 

દર્દભરી વાત લઈને આવી છું

અંધકાર ભરી દુનિયામાં જીવતરની

એક મીઠી સૌગાત લઈને આવી છું


કોણ જાણે દિલના અંધકારમાં

પ્રેમભરી કોઈની યાદ લઈને આવી છું

જીવનમાં માંગી હતી એક પ્રેમભરી ક્ષણ

પણ મળ્યો 'આઘાત" લઈને આવી છું


જીવતરના એક ખૂણામાં છૂપાવેલ

પ્રેમનીએ મુલાકાત લઈને આવી છું

વિયોગની એક વાત રહી દિલમાં

દર્દભરી એ વાતનો વિસામો લઈને આવી છું


પ્રેમભર્યા એ પ્રેમપત્રોનો જવાબ

અશ્રુભીની આંખે લઈને આવી છું

ક્યાંય છૂપો પ્રેમનો વિયોગ દર્શાવતી 

દર્દભરી વાત લઈને આવી છું


Rate this content
Log in

Similar gujarati poem from Romance