પ્રેમ તો અણમોલ છે
પ્રેમ તો અણમોલ છે
1 min
150
હોઠ પર મારા તમારું નામ છે,
એટલે દિલને હવે આરામ છે,
પ્રેમની જગમાં કોઈ કિંમત નથી,
પ્રેમ તો અણમોલ છે બેદામ છે .
એટલું કહી દો મને બસ પ્રેમથી,
કોને માટે આ નજરના જામ છે ?
રાતભર રાધા રડી છે વિરહમાં;
એટલે તો આ યમુના શ્યામ છે.
પ્રેમ તો છે એક રેશમી મોરપિચ્છ;
તો પછી એ કેમ જગ બદનામ છે ?
આપને જોયા પછી લાગ્યું મને;
પ્રેમ જીવનનો સુખદ અંજામ છે.