STORYMIRROR

kusum kundaria

Drama Romance

3  

kusum kundaria

Drama Romance

પ્રેમ તારો પામવા

પ્રેમ તારો પામવા

1 min
442

નયનમાં તમારા જુઓ નરી લાગણી ઝરે છે.

આંસુ રૂપે એ જો પછી કેવી ગાલ પર સરે છે.


લજ્જાથી ભરેલી આ પાંપણો વળી કેવી નમે છે.

માસુમતાથી છલકતો આ ચહેરો મને બહુ ગમે છે.


પ્રેમ તમારો પામવા આ આયખું આખું હું ધરું છું,

દિવાનગી લઇને હવે જગ મહીં સરેઆમ ફરું છું.


થોડી ઘણી પણ હૈયાધારણ તમે આપો મને જો.

'મોત'ને પણ હંફાવવાનું બ્હાનું રહેશે મારી કને જો.


દિલમાં મારા ચૂપચાપ તમે કેવા વસી ગયા જુઓ,

લાખો ફૂલ જાણે બાગમાં મંદમંદ હસી ગયા જુઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama